સદા પાંગરું છું
સદા પાંગરું છું
1 min
14.2K
તને ચીતરું છું હૃદયમાં ભરું છું,
અને હું ફરું છું પછી ફોન કરજો.
બધી વાત કરતો નથી કોઇને પણ,
તને હું કરું છું પછી ફોન કરજો.
બધાને ધર્યું પ્રેમનું આભલું મેં,
છતાં પાંજરું છું પછી ફોન કરજો.
નથી વસવસો રણ વચાળે રહું છું,
સદા પાંગરું છું પછી ફોન કરજો.
નવા પ્રેમનો જો ખુદા હું બનું છું,
સદા હું મરું છું પછી ફોન કરજો.

