Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rupal Sanghavi "ઋજુ"

Abstract Inspirational Others

3  

Rupal Sanghavi "ઋજુ"

Abstract Inspirational Others

રીઢા થયાં

રીઢા થયાં

1 min
117


આઘાત લાગે જ્યારે ઉઝરડા કાંટો જ ફૂલને આપે,

આઘાત લાગે જ્યારે કરવત, કુહાડીના હાથ જ વૃક્ષો કાપે,


સંબંધો સોનાની સાંકળ સમા જોવામાં જ ખુશી આપે,

હક્કો અને ફરજોની એરણે ચડે ત્યારે જ બંધન માપે,


ઋતુઓ બદલાય છે ને જીવનધારા પણ ગતિચક્ર સાથે,

વાત છે વખતની વખતને, વખત જ મ્હાત આપે,


ઘરોબો ઘર જેવો જ છે અમારે તો મુશ્કેલીઓ સાથે,

સંબંધો ટકી રહ્યાં છે હજુ, સંવાદિતા જ મજબૂતી આપે,


પ્રત્યાઘાત હવે નહીંવત મળે છે માત્ર સ્મિત સાથે,

રીઢા થયાં આઘાતથી ભલે જિંદગી ઘાત પર ઘાત આપે.


Rate this content
Log in