પૂર્વ
પૂર્વ


પાંગરે પૂર્વમાં પ્રભાકર પ્રભાતે
ભર્યું આભ ઉગમણે રમ્ય ભાતે,
સન્મુખ ધ્રુવ નજરે પૂર્વ જમણે
સવારે શુક્ર ઉદયે ઉદિત નમણે,
પૂર્વકાલીનને સમાન પૂર્વ જાણે
પ્રતિચિત્રમાં સ્થાન જમણે માણે,
પૂર્વ તરફે વસુંધરા સતત ફરતી
સંસ્કૃતિ ભારતવર્ષ પૂર્વીય વરતી,
પાંગરે પૂર્વમાં પ્રભાકર પ્રભાતે
બ્રહ્મપુત્રા વહી ત્યાં ભોળી ભાતે.