પથદર્શક
પથદર્શક
આમ જુઓ તો પથદર્શક બનવું સહેલું નથી.... પથદર્શક બનનાર વ્યક્તિનાં જીવનમાં કાંટા અને પથ્થરો જ મળે છે અને એટલે જ પથદર્શક તો એ જ બની શકે જે આ બધુંજ સહન કરવાની શક્તિ ધરાવતા હોય બાકી પથદર્શક બનવું એ કંઈ લાડવો ખાવાં જેટલું સહેલું નથી... પથદર્શક બનનારની ભાવનાઓ પણ કોઈ સમજતું નથી અને ખોટાં આક્ષેપ સહન કરવાં પડે છે...
આજકાલ તો સાહિત્ય જગતમાં પણ પથદર્શક બનનાર ને ખોટાં આક્ષેપ અને મહેણાંનો સામનો કરવો પડે છે.
પથદર્શક બનીને એ ગમે એટલું સારું કરે પણ જેની આંખમાં કમળો હોય એને તો બધું જ પીળું દેખાય...
આમ પથદર્શક બનનાર નું જીવન ખૂબ જ કઠિનાઈ ભરેલું હોય છે... પથદર્શક બનનાર વ્યક્તિ ને એક સાથે કેટલાંયે મોરચે લડવાનું હોય છે.. આમ પથદર્શક બનવું એ હાલનાં સમયમાં તો ખુબ જ કઠિન છે.
