પંખીડાંને મેળે રે લોલ
પંખીડાંને મેળે રે લોલ
હરખે હાલી હું સરોવર પાળ આભલે રંગો રમાડે રવિ રાજગગનનો ખોળો ભરે રે કલશોર…
આજ મારે જાવું, પંખીડાં ને મેળે રે લોલ.
લીલુડા પોપટ રમે લીલુડે પાન–છૂપાછૂપીના વ્હાલા કોયલના ખેલભીંના ટહુકે કોક બોલાવે રે લોલ…
આજ મારે જાવું, પંખીડાં ને મેળે રે લોલ.
રે મજાની, સારસ સારસીની જોડ જીવતરનાં ગીતનાં મીઠડા રે તોડ! શીખવે પ્રભુ જ કેવા પ્રેમના રે તોલ…
આજ મારે જાવું, પંખીડાં ને મેળે રે લોલ.
ટહુકે મોરલા કરી વાંકલડી ડોક મોરપીંછે શોભે કોઈ ગોકુળનો લાલ થનગનતા મોરલા,
છોને વાગે ના ઢોલ…આજ મારે જાવું, પંખીડાં ને મેળે રે લોલ.
મસ્ત મસ્તીથી રમે ફફડાવી પાંખ સ્નેહભરી રતુંબલ એની રે આંખઘૂ ઘૂ ની શાખે વદે સાગરના બોલ…
આજ મારે જાવું, પંખીડાં ને મેળે રે લોલ. કલબલી કાબરના કર્કશ રે શોરડૂબી જળકૂકડી હાલી લેતી હીલોળ
‘આકાશદીપ‘ લૂંટે લ્હાવો અણમોલ…આજ મારે જાવું, પંખીડાં ને મેળે રે લોલ.
