નથી આવડતુ
નથી આવડતુ
1 min
6.3K
બધા મને પ્રેમ કરે છે પણ,
મને પચાવતા નથી આવડતું.
બધા મને સાથ આપે છે પણ,
મને રહેતા નથી આવડતું.
બધા મને ભાવનાથી માન અાપે છે,
પણ મને માન ઝીલતા નથી આવડતું.
બધા મને સમઝે છે પણ,
મને સમજદાર થતા નથી આવડતું.
બધા મને ઓળખે છે, પણ
ભાવુ મને ઓળખતા નથી આવડતું.
