STORYMIRROR

Shaimee Oza

Others Romance

3  

Shaimee Oza

Others Romance

નિયતનું પાન

નિયતનું પાન

1 min
400


લબ્સ બોલી દે હવે નહીં રહેવાય,

લાગણીઓને ફેંકી દે દિલથી દુર

હવે હદ થાય છે,


યાદમાં તારી ઉંમર વીતી જાયછે,

લબ્સના શબ્દ અધુરા છે, તારા નામ વિના,

એક ઝલક સ્મીત કેરી આપી જા

હવે હદ થાય છે,


તમે છોડી ગયા લબ્સને મૂકી,

મળવાનો કોઇ અવકાશ નહીં,

જુદાઇ લાંબી દિલને મંજુર નહીં,

નયન તરસે તુજને ઝંખે,

દિલ થાકી ગયું કડી તુજ વિરહે

હવે હદ થાય છે,


તમે દિલ પોતાના નામે શીદ કરી લીધું,

પાનું નિયતિનું પલટાયું,

લખેલું નામ તમારું કેમ ન ભુસાયું

દિલના આંસુ હિસાબ માંગે,

આંસુનો હિસાબ આપવા આવો એકવાર,

હવે તો હદ થાય છે,


જીવન પ્રેમ ઝંખે પ્રિયનો,

દિલ પર કબજો કરનાર મારા પ્રાણ,

તને શાને ભુલાવું,

વિરહ કેદથી છોડાવો કોઈ લબ્સને

તુટી ગઇ છે, લબ્સ સદાયને

હવે હદ થાય છે.


Rate this content
Log in