નાજુક
નાજુક
1 min
432
હ્રદયના નાજુક ભાવથી રચેલી રચનાઓ,
ક્યાંક વંચાય છે ને ક્યાંક નજરઅંદાજ થાય છે રચનાઓ.
ભાવનાના નાજુક ભાવને ક્યાંક ઠોકર મરાય છે,
ખોટા માણસને પ્રેમ કરતાં ઠોકર ખવાય છે.
લાગણીના નાજુક સંબંધો આમ જ કચડાય છે,
સાચાની સચ્ચાઈને આમ જૂઠથી કચડાય છે.
નાજુક બની આમ જ સદા પીસાઈ જીવનમાં,
પથ્થરની દુનિયામાં આમ જ પીસાઈ જીવનમાં.
નાજુક બની શું હાસિલ કર્યુ જીવનમાં,
આવતા જતા ઠોકર મારતા ગયા સૌ જીવનમાં.
ધીરે ધીરે પથ્થર બનવાનું શીખવુ પડશે જીવનમાં,
નાજુક બન્યાનો ભાર ડંખે છે આ જીવનમાં.
