STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

મહેરબાની

મહેરબાની

1 min
242

મહેરબાની પ્રભુ આપની,

માતા-પિતાનો પ્રેમ છીનવી લીધો;

એ થકી મા-બાપનાં પ્રેમની કિંમત સમજાઈ,


મહેરબાની પ્રભુ આપની,

નાની ઉંમરથી દુઃખોનો પહાડ આપ્યો,

એ થકી સુખની કિંમત સમજાઈ,


મહેરબાની પ્રભુ આપની,

લખવા માટે જ્ઞાન આપ્યું,

એ થકી મનની વાત રજૂ કરી શકાય છે,


મહેરબાની પ્રભુ આપની,

ડગલે પગલે ભાવના ઘવાઈ,

એ થકી લાગણીઓ સમજી શકાય છે,


મહેરબાની પ્રભુ આપની,

શરીરમાં પારાવાર પીડાઓ આપી;

માટે બીજાનાં સ્વાસ્થયની દુઆ કરું છું,


મહેરબાની પ્રભુ આપની,

નાનપણથી જ પિયર વાટ છોડાવી દીધી

માટે જ પરિવારની કિંમત સમજાઈ.


Rate this content
Log in