મહાજન
મહાજન
1 min
814
મહાજનને નીરખી હરખે ઉર,
શિરે ધરે સર્વેજનોના દુઃખનો ભાર.
સાચો રે મહાજન એને ગણ્યો,
કપટ, છળથી યોજનો દૂર રહ્યો.
આંખમાં ઉછળે પ્રેમનુ પૂર,
મુખથી નીકળે શબ્દ મધુર.
મ્હેંકી ઉઠે માનવ કુલ,
એવા મહાજન મઘમઘતા ફૂલ.
નામ સંકીર્તન કરતા ખૂબ,
પરદુઃખ હરવા દોડતા એ ખૂબ.
