માતા નર્મદે
માતા નર્મદે
1 min
228
માતા નર્મદે, રેવા મા, ગંગા મા,
નદી માતા તમારાં નામ અલગ છે,
છતાંય તમે પતિતને પાવન કરો છો,
નદી માતા તમે ધરતી પરનું સ્વર્ગ છો,
સખીઓ ભેળી મળીને નદીએ ન્હાવા આવે,
નદીમાં સ્નાન કરવા શુદ્ધ ભાવનાથી આવે,
રેવા મા નું વાહન મગર છે,
દર્શન આપી પાવન કરે છે,
રેવા મા ભક્તોને પાવન કરે છે,
નદી કિનારે બાળકો ગેલ કરે છે,
નદીનાં નીરમાં નહાવાથી શીતળતા મળે છે,
ખળખળ વહેતી નદીઓ જોવાની મજા છે.
