મારી પ્યારી મા
મારી પ્યારી મા
1 min
266
આમ જોવું ત્યાં તું માવડી,
મન મંદિરમાં તું ચેહર માડી,
ભાવના અંતરથી સાદ કરે છે,
હૈયેથી હરપળે રટણ ચાલુ છે,
દુ:ખોના ડુંગર લઈ ફરતી હતી,
તારી કૃપાથી સુખમય જીવન છે,
જગતમાં પાવરવાળી ચેહર મા,
અમારા ઘરની રક્ષક ચેહર મા,
ઈશ્વરની કૃપા થકી મળ્યા છે,
છોરું કાજે વાયુવેગે આવે છે,
ભરોસાનું ડેરૂ ચેહર મા છે,
જેવી શ્રદ્ધા તેવું કામ કરે છે,
નાયણા, રૂપાના વંશજો છીએ,
પેઢીઓથી ભાવે ભજીયે છીએ.
