STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મારે આંગણે ખિસકોલી

મારે આંગણે ખિસકોલી

1 min
19

મારા આંગણામાં ખિસકોલી ગાંઠિયા ખાવાં આવે,

કાગડા જોડે ઝઘડતી ખિસકોલી, ગાંઠિયા ખાવાં આવે.


ઝાડને વંડી, દીવાલે તારી કૂદાકૂદ, કૂંડામાં રોપેલા છોડ કાતરે,

અવાજ સહેજ થાય તો દોડીને સંતાઈ જાતી ઓથારે.


દોડાદોડ કરતી અને ગાંઠિયા મોમાં લઈને ભાગતી,

આમતેમ જોતી ને ગાંઠિયા ખાતીને બીજા લઈ ભાગતી.


આંગણામાં તારી આ કૂદાકૂદ જોઈ મન હરખાતું, 

આવાં તારાં નખરાં જોઈને મન હરખાતું.


તારુ ઝઘડવું કાગડા સાથેને વળી પાછું ભેગાં ખાવું,

ભાવના આ સુંદર નજારો જોઈને, બતાવે બધાને તારું ગાંઠિયા ખાવું. 


આ જ્યાંત્યાં લટકવું ને ઝાડ ઉપર ચઢવું ને અમારા માળિયામાં રહેવું,

માળિયામાંથી ઉતરી ને રાત્રે ટીવી જોવા ખિસકોલીનું બેસવું.


Rate this content
Log in