STORYMIRROR

Bhavna Bhatt

Others Children

3  

Bhavna Bhatt

Others Children

મા નો પ્રેમરસ

મા નો પ્રેમરસ

1 min
39

આ જગતનાં ચાર ધામ તું મા,

સાચું તીરથ તારાં ચરણોમાં મા. 


તું જ સંસ્કાર આપનારી મા,

તું જ પ્રેમરસ પાનારી મા.


આંગળી પકડીને ચલાવનાર,

સાચું ખોટું સમજાવનાર.


હર દુઃખ માં પડછાયો બનીને,

રડું તો કાળજ કંપાવનારી મા.


પડું વાગે તો દુઃખી થનારી મા, 

હૈયે ચાંપીને હૂંફ આપનારી મા,


કોળિયો મોં માં ખવરાવનારી મા.

એક તું જ સાચો પ્રેમરસ પાનારી,


નિઃસ્વાર્થ પ્રેમરસ આપનારી મા.

માંદી પડું તો દુઆ કરનારી મા,


દયાળુ દાદાને પ્રાર્થના કરનારી મા. 

હિલીગ, આશિષ આપનારી મા, 


અંતરથી પ્રેમરસ પિવડાવી દેનારી,

દિન રાત ને એક જ કરનારી મા.


એક તું જ છો મારી ગુરુ મા,

આ જગતમાં પ્રેમરસ પાનારી મા.


કરુણામયી પ્રેમાળ મા,

ભાવનાનાં ભાવ સમજનારી મા,


અવતાર ધરીને દેવી સ્વરૂપે મા.

આ હૈયામાં એક તું જ છો મા,


નિઃસ્વાર્થ પ્રેમરસ પીવડાવનારી મા.


Rate this content
Log in