મા ને શ્રધ્ધાંજલી
મા ને શ્રધ્ધાંજલી
1 min
377
મા તું ગઈ ને રડીને જીવતાં શીખી,
યાદમાં તારી આંસુને ખાળતાં શીખી,
ખ્યાલ આવે મા તારાં વિરહ તણો,
રાત દિવસ ઉદાસીનતામાં જ જતો,
હાલ તો તારી યાદમાં ડૂબી ગઈ છું,
જિંદગીનું ભાનસાન ભૂલી ગઈ છું,
તારો ચહેરો હરપળ જરુરી હોય છે,
અફસોસ કે આજે તું દૂર થઈ ગઈ છે,
ભાવના તારી મુંઝાઈને જીવી રહી છે,
જાણું છું કે તારાં આશીર્વાદ સાથે છે,
શીખવાનું કર્યું હવે પા પા પગલી મા,
દર્દમાં જીવતાં શીખી રહી છું મા.
