કોઈ ને શું લાગુ છું ?
કોઈ ને શું લાગુ છું ?
1 min
18.2K
કોઈ ને આગ લાગુ છું, તો કોઈ ને નૂર લાગુ છું,
ખરેખર તો હું ખાલી છું, છતાંય ભરપૂર લાગુ છું.
ભગવાને દશા એવી કરી છે મારી જીંદગીની,
કોઈને પ્રેમાળ તો કોઈને અભિમાની લાગુ છું.
હકીકતમાં તો મારુ જીવન ઝાંઝવાંના જલ જેવું છે,
કે હું દેખાવુ પાસે ને જોજન દૂર લાગુ છું.
ખુશ રહુ છું છતાયે હું ઉદાસ લાગુ છું,
બધાને સહકાર આપુ તોયે હું બિન્દાસ લાગુ છું.
કસોટી પર તો "ભાવના" ફક્ત એક કાચનો કટકો છું,
ભગવાનની મહેરબાની છે કે કોહિનૂર લાગુ છું.
