કંઈક
કંઈક
જીવનમાં કંઈક સપના અધુરા રહી જાય છે,
જીવનમાં કંઈક એકલતાનો ભાર રહી જાય છે.
જીવનમાં કંઈક કામો અધુરા રહી જાય છે,
જીવનમાં કંઈક વાતો અધુરી રહી જાય છે.
જીવનમાં કંઈક રચના અધુરી રહી જાય છે,
જીવનમાં કંઈક રસ્તા ઓ અધુરા રહી જાય છે.
જીવનમાં કંઇક જાણવાનુ અધુરૂ રહી જાય છે,
જીવનમાં કંઈક માણવાનુ અધુરૂ રહી જાય છે.
જીવનમાં કંઈક રમત અધુરી રહી જાય છે,
જીવનમાં કંઈક મમત અધુરી રહી જાય છે.
જીવનમાં કંઈક શીખવાનું અધુરૂ રહી જાય છે,
તો જીવનમાં કંઈક શોધવાનું અધુરૂ રહી જાય છે.
જીવનમાં કંઈક "ભાવના" ના બંધન અધુરા રહી જાય છે,
તો જીવનમાં કંઈક સંબંધો અધુરા રહી જાય છે.