કક્કો
કક્કો
'ક' એટલે કોરોના
'ખ' એટલે ખબરદાર રહીએ
'ગ' એટલે ગંભીર બનીએ
'ઘ' એટલે ઘરમાં રહીએ
'ચ' એટલે ચેતીને ચાલીએ
'છ' એટલે છીંક ખાતાં રૂમાલ રાખીએ
'જ' એટલે જતન કરીએ શરીરનું
'ઝ' એટલે ઝડપથી ઘરે પહોંચવું
'ટ' એટલે ટક્કર લેવી મહામારી સામે
'ઠ' એટલે ઠાકોર પર ભરોસો રાખવો
'ઢ' એટલે ઢીલાં નાં પડવું
'ણ' એટલે ક્ષીણ નાં થવું
'ત' એટલે તકલીફથી નાં ડરવું
'થ' એટલે થાકીને બેસવું નહીં
'દ' એટલે દવા લેવી
'ધ' એટલે ધરપત રાખવી
'ન' એટલે નાકને ઢાંકવું
'પ' એટલે પાણી ગરમ પીવું
'ફ' એટલે ફટકડીનો ઉપયોગ કરવો
'બ' એટલે બહાર નિકળવું નહીં
'ભ' એટલે ભાવનામાં ન વહેવું
'મ' એટલે માસ્ક બાંધવું
'ય' એટલે યાદ કરો રામ ને
'ર' એટલે રસ પીવો ખાટા
'લ' એટલે લોહી વધારવું
'વ' એટલે વાદ વિવાદથી દૂર રહેવું
'સ' એટલે સદા ખુશ રહો
'ષ' એટલે ષડયંત્ર થી દૂર રહેવું
'શ' એટલે શંકા ના રાખવી
'હ' એટલે હળવો ખોરાક લેવો
'ક્ષ' એટલે ક્ષણિક ગાફેલ ન રહેવું
'જ્ઞ' એટલે અજ્ઞાનતા ના રાખો
કક્કો પાક્કો કરશો તો જિંદગી સુધરશે..
અને કોરોનાથી બચી શકાશે.
