STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

જવાબ આપો

જવાબ આપો

1 min
399

માનવીએ ફરિયાદ નોંધાવી,

અગણિત સવાલોના જવાબ આપો,

ઈશ્વર ચૂપ જ રહ્યા.


માણસ દર બદર મંદિર બદલતો રહ્યો,

એજ સવાલો ને માંગણી કરતો રહ્યો,

ઈશ્વર પણ મનમાં મલકાતા હતાં.


માનવીને બધું જોઈએ ને તરત જોઈએ,

પણ એમ ક્યાં રસ્તામાં પડ્યું છે !

આથી અકળાઈ સવાલો ઉભા કરે છે.


ને ઈશ્વર ને 'જવાબ આપો કહે છે,'

પણ ભાવના એમ ક્યાં જવાબ મળે છે,

ને માનવ બીજા નવાં સવાલો ઉભા કરે છે.


પણ જવાબો શોધ્યા જડતાં નથી,

આથી એ વહેમ નાં જાળામાં ફસાય છે,

ને અંધશ્રદ્ધા થકી બરબાદ થાય છે.


અંતે સવાલો ઉદભવે છે,

ને જવાબ આપો કહી શકાતું નથી,

માનવીએ ફરિયાદ નોંધાવી,


Rate this content
Log in