જ્ઞાન
જ્ઞાન
1 min
401
જ્ઞાનીને જ્ઞાની કોઈ પૂછે કે દુનિયામાં શું છે,
સાર હિન સંસારે, સુખ કયાંથી જોશો.
દિલમાં વિચારી જો જો રે, દુનિયાના ડાહ્યા,
મનજ્ઞાન જળે ધોજો રે, દુનિયાના ડાહ્યા.
જ્ઞાનીને દિવાના લેખે, દિવાનાને જ્ઞાની લેખે,
જ્ઞાનના આ આટાપાટા કોઈના ડાહ્યા લેખે.
ભાવના આ જ્ઞાનની અજબ ગજબ વાતો,
કોઈ સમજદાર જ સમજી શકે આ વાતો.
જ્ઞાન વિહોણી જેના વર્તન વચન,
આ જગતમાં એનુ ન માને કોઈ વચન.
સમજદાર ને ઈશારો જ કાફી છે,
ના સમજે એ તો અજ્ઞાની છે.
