ઝરણું
ઝરણું
1 min
1.2K
છલક છલક છલકાતું છલકાયું,
સુંદર શ્ચેતલ ઝરણું રે.
દિવ્ય ઝરણ આ અંતરમાં શું,
સ્નેહ સભર ઊભરાતું રે.
રૂમઝુમ રૂમઝુમ મધુર નિનાદે,
ચપટી પ્રેમના ગીત ગાતુ રે.
દિવ્યાનંદ તણા ઐક્ય શું,
અંતરમાજ સમાતું રે.
અવિર રહેતુ, હૃદય ગુફામાં,
ચપટી લહર લહરમાં રહું ભીંજાઈ રે.
દિવ્ય ઝરણું આ ચપટી ભર્યુ અંતરમાં,
ભાવના સ્નેહ સભરથી ઊભરાતુ રે.
