STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ઝંખના

ઝંખના

1 min
697


મોટર, ઘોડા, ગાડીઓ, માળા ને વળી મહેલ,

ભાવના આ ઝંખના, ચાર દિવસના ખેલ.


બાંધી મોટા બંગલા, ઉપર કીધા રંગ,

ઝંખનાના એ રંગમાં, મોત પાડશે ભંગ.


ખાવાનું ખાસુ હશે, તો ખાનારાની ખોટ,

ઝંખનાના સંસારમાં, સુખ નથી જ સચોટ.


Rate this content
Log in