હું કોઈ સપનું નથી
હું કોઈ સપનું નથી


તમે મારી સામે જુઓ તો ખરા,
વધુ નહી તો થોડું, ઝુકો તો ખરા,
પ્રણયથી વધુ કંઈ મહેકતું નથી,
ભલે દૂરથી, પણ સૂંઘો તો ખરા,
મળે બે, પછી તો હજારો થશે,
પ્રથમ હાથમાં હાથ મુકો તો ખરા,
બધાયે સવાલોનો છું હું જવાબ,
કદી પ્રશ્ન પહેલો પૂછો તો ખરા,
હકીકત છું, હું કોઈ સપનું નથી,
જરા ઊંઘમાંથી ઉઠો તો ખરા,
સજાવી દઉં હું બગીચો પછી,
થઈ એક કૂંપળ, ફૂટો તો ખરા.