Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel (Aakashdeep)

Others

4.3  

Ramesh Patel (Aakashdeep)

Others

હું ધીરે રહીને પૂછતો ?

હું ધીરે રહીને પૂછતો ?

1 min
219


હું ધીરે રહીને પૂછતો ?….
 
હું ધરતી પર રહેતો
ને ભાળું આકાશ જેવો તું  ;
માથે મારા આભ થઇ   અડતો,
હું ધીરે રહીને પૂછતો ?
કયા સગપણનો આપણો આ નાતો?
 
નિતત રમે આ રજની અંધારી
કેમ જંપીજાતી આ હલચલ?
આવી સૂરજ  ઢંઢોળતો રે સૌને
કોણ ગણાવતું આ પલપલ?
 
પંચ પિંડ સંગ છઠ્ઠુ છે કોણ?
સગપણ સૌના કહો ને છે  કેવા?
કેમ પડતા બીજા નાતા  સૌ  જૂઠ્ઠા?
કોણ ઉકેલે મારો-તારો  આ ભમભમ?…
 
પ્રશ્ન સતાવે  મને એક જ  આ મોટો
કયા સગપણનો આપણો આ નાતો? (૨)
હું ધીરે રહીને પૂછતો ?….
 
હું ધરતી પર રહેતો
આકાશ જેવો તું  ;
માથે મારા   અડતો,
હું ધીરે રહીને પૂછતો ?
કયા સગપણનો આ નાતો?
 
નિતત રમે આ રજની અંધારી
કેમ જંપતી આ હલચલ?
આવી સૂરજ  ઢંઢોળતો સૌને
કોણ ગણે આ પલપલ?
 
પંચ પિંડ સંગ છઠ્ઠુ છે કોણ?
સગપણ સૌના કહે ને કેવા?
કેમ પડતા બીજા સૌ  જૂઠ્ઠા?
કોણ ઉકેલે મારો-તારો ભમભમ?…
 
પ્રશ્ન સતાવે એક જ મને મોટો
કયા સગપણનો આ નાતો? (૨)
 રમેશ પટેલ(આકાશદીપ)
..,




Rate this content
Log in