હું છેતરાઈ
હું છેતરાઈ
1 min
566
કાયમ હું જ ખોટી સાબિત થઈ,
પોતાના બનાવા ગઈ ને હું છેતરાઈ ગઈ.
વાતો તો બહુ કરી પ્રેમની જે પળ મળે,
લાગ્યું કે હું એક રમત બની ગઈ.
સ્વાર્થી આ દુનિયાના દંભી ચેહરા,
ઝાંઝવાં ના જળ જોઈ હું છેતરાઈ ગઈ.
ઈર્ષા છે બધાને મારી રચનાત્મક પ્રવૃત્તિઓથી,
મારી મામુલી ખુશી પણ નજરાઈ ગઈ.
રાજકારણ રમતા ના આવડયુ હું હારી ગઈ,
આ દંભી દુનિયા સામે હું છેતરાઈ ગઈ.
મારી મદદ તો ભગવાન પણ ના કરી શક્યા,
આજે ભાવના સૌની વેપાર બની ગઈ.
માણસોના જુઠા વ્યવહાર ના મહોરામા,
ખોટા સંબંધોમા હું છેતરાઈ ગઈ.
