હોય તો ગમે
હોય તો ગમે
1 min
12.2K
આમજ ખુશ રહો તો દિલને ગમે,
થોડા હસતા રહો તો દિલને ગમે.
લાગણી થોડી ઓછી હશે તો ચાલશે,
ભાવનાથી તરબતર હોય તો ગમે.
ઝળહળતો સુરજ પણ સાંજે ડુબી જાય છે,
થોડુ છે અને થોડુ મળી જાય તો ગમે.
સુગંધ તો તીવ્ર હોય જ મોગરાની,
ક્યારેક કેસુડો મહેકે તો ગમે.
સતત વરસતી લાગણીઓમાં
ભાવનાની ઓટ હોય છે.
ભાવુ નિસ્વાર્થ લાગણી હોય તો ગમે.
