હૈયું
હૈયું
1 min
792
શોભા શું સુંદર શ્યામની રે લોલ,
હૈયું જોઈ હરખાઈ જાય રે.
બલિહારી મારા રામની રે લોલ,
નીરખીને હૈયું મોહ્યુ મારા વ્હાલા રે.
હૈયું હરખ્યું હરિ જોઈને રે લોલ,
મન મારુ મલકાય મારા વ્હાલા રે.
કિશોર વયના કાનજી રે લોલ,
કોમળ કનૈયા લાલ મારા વહાલા રે.
પહેર્યુ પીતાંબર પાતળે રે લોલ,
રેશ્મી દુપટ્ટો સાથ મારા વ્હાલા રે.
દરશન દો છો કોઈ કોઇ ને રે લોલ,
ભાવના હૈયું મુકી ગુણલા ગાય મારા વ્હાલા રે.
