એક ટુકડો
એક ટુકડો
1 min
174
એક કાપડનો નાનો ટુકડો,
માસ્ક રૂપ ધરી આવ્યો ટુકડો,
જીવતર બચાવવા જંગે ચઢયો,
એ માસ્ક રૂપ ધરીને રણે ચઢ્યો,
માસ્ક ભાવનાઓ છૂપાવી જાણે,
દુઃખ, વ્યથાઓ છૂપાવી જાણે,
એક ટુકડો માસ્ક રૂપે સાથી બન્યો,
નાનાં, મોટા સૌનો સહારો બન્યો,
કોરોનાથી બચવા માસ્ક જરૂરી છે
હવે માસ્ક વગર બધું અધુરું છે.
