એક શિક્ષકની વેદના
એક શિક્ષકની વેદના
1 min
329
એક શિક્ષકની આ વેદના છે,
શિક્ષકનું જીવન કાંટા ભરેલું છે.
શિક્ષકનાં પંથમાં ઝાઝા કાંટા છે,
વાલીઓ પણ સૂચનો આપે છે.
બાળકો ઘરે ભણે નહીં તો,
ગમે ત્યારે શિક્ષક ને ફોન થાય છે.
શિક્ષકને પણ ઘર, પરિવાર છે,
એ ક્યાં કોઈને સમજાય છે.
જમવાનું પણ ઠંડું થઈ જાય છે,
છતાં શિક્ષકની કદર ક્યાં થાય છે.
શિક્ષકને ગમે ત્યારે સવાલો પૂછાય છે,
શિક્ષકની ભાવના ક્યાં કદી સમજાય છે.
શિક્ષકને પણ થોડો સમય આરામ જરૂરી છે,
ફોન કરીને વારંવાર ટ્યુશનનો સમય પૂછાય છે.
