એ સસલાં
એ સસલાં
1 min
116
એક સસલું, એક સસલી, એવાં સસલાં
આમ દોડે ને તેમ દોડે એ સસલાં,
ગાજર ખાય, જાસૂદના ફૂલ ખાય,
ફૂલાવર ખાય, કોબીજ પાન ખાય,
એ સસલાં ઘરમાં દોડા દોડી કરે,
પાંજરું ખોલો, ઘરમાં કૂદાકૂદ કરે,
એકબીજાને પકડવા દોડધામ કરે,
પલંગ પર, સોફા પર કૂદાકૂદ કરે,
આવાં મજાનાં નાનાં નાનાં સસલાં,
જીનલ ભાઈ લાવ્યા ઘરમાં રૂડાં સસલાં.
