એ નંદનો લાલ
એ નંદનો લાલ
1 min
274
એ નંદનો લાલ છે મનનો મેલો રે,
પેલો કાળો કાનુડો મનનો મેલો રે,
એ તો કરતો સૌને ઘેલો રે,
યમુના કાંઠે બંસી બજાવે રે,
કાળિયા નાગને નાથ્યો રે,
એણે ગોપીઓને કરી ઘેલી રે,
એ તો રાધાનાં દિલમાં રહેતો રે,
આ કાનુડાને સમજવો અઘરો રે,
એ તો ભક્તોનાં હૈયામાં વસે રે,
ભાવના સહજ કેવી બાળલીલા રે
ઘેર ઘેર જઈને માખણ ખાતો રે,
એવી અજબ લીલાં કરતો રે,
છેતરપિંડી કરી સૌને ભરમાવે રે,
પેલો જશોદાનો લાલો મનનો મેલો રે.
