STORYMIRROR

Bhavna Bhatt

Others

5.0  

Bhavna Bhatt

Others

ચોકીદાર

ચોકીદાર

1 min
1.4K


દુનિયાથી દૂર બેઠો રે, જોયો ચોકીદાર જોયો રે,

મન મઢુલીમાં પેઠો રે, જોયો ચોકીદાર જોયો રે.


આર્ત જનોનાં અંતર વાંચી, આશ્રય આપે રે,

શરણુ ગ્રહે શરણાગત થઈ, કષ્ટો સઘળાં કાપે રે.


અમી ભરી આંખલડીમાંથી વહેતુ રહેતુ અમી ઝરણું રે,

ભાવના હૃદયમાં રાખ્યુ, શરણાગતનું શરણુ રે.


અણુ અણુમાં અંતર્યામી, જોયો ચોકીદાર જોયો રે,

દશે દિશાના રખેવાળ એ, જોયો ચોકીદાર જોયો રે.


નવખંડમાં ગુંજે છે એ નામ, જોયો ચોકીદાર જોયો રે,

કર્મો તણો હિસાબ એ કરતો, જોયો ચોકીદાર જોયો રે.


ખરી ખોટી ચાલાકી કોઈની ના ચાલે, જોયો ચોકીદાર જોયો રે,

સાચા ને એ સાથ જ દેતો, જોયો ચોકીદાર જોયો રે.


Rate this content
Log in