ભૂમિકા
ભૂમિકા
1 min
457
તમારા આગમનથી બદલાયું છે જીવન,
ભૂમિકા ભજવી બીબામાં ઢાળ્યુ છે જીવન.
જંગલી જડીબુટ્ટી જેવુ હતુ આ જીવન,
ગુલાબનું ફૂલ બનાવી મહેંકાવ્યુ આ જીવન.
રસ્તે રઝળતા કાચ જેવુ હતુ જીવન,
ભૂમિકા ભજવી કોહિનૂર બનાવ્યુ જીવન.
દાગની રહેવા નથી દીધી નિશાની જીવનમાં,
મલમ લગાવી બેદાગ બનાવ્યુ જીવન.
ઝાંઝવાના જળ પીધા જીવનભર,
અમૃત પીવડાવી અમર કર્યુ જીવનસભર.
અધુરુ હતુ ભાવનાઓ વગર આ જીવન,
ભૂમિકા નિભાવી અનમોલ બનાવ્યું જીવન.

