ભાદર
ભાદર
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
ભદ્રા ગુણે ભાદર નામ જેનું
મંદાર ડુંગરે માવતર એનું,
ગામ નગરો બે કાંઠે વસ્યાં
પૂરે ખસ્યાં વસ્યાં ને હસ્યાં,
બન્યાં નાનાં મોટાં મહેલો
રેતીએ બાંધ્યાં કઈંક ડહેલો,
પશુ પંખી ચણતાં ચબૂતરાં
વાડી મનખાં મોલ કબૂતરાં,
જમણે કાંઠે વહેતી ઉપ-નદી
ભરતી ભૂ ભુતળ ભાદર નદી,
ગોંડલી, છાપરવાડી, ફોફળ
ઉતાવળી, મોજ, વેણુનું બળ,
વાંસવડી, સુરવા ભરતી ડાબે
રેડતી ગલોલીયા ખુબ ખોબે,
દક્ષિણા આરંભે જઈ દક્ષિણ
દક્ષિણ-પશ્ચિમ છેવાડે ક્ષીણ,
અરબ સાગરે એનો વિલય
નીર નવાબંદરે ક્ષારે લય,
ભદ્રા ગુણે ભાદર નામ જેનું
ચારે મેદાને ગોપ ચરે ધેનું.