બૌજ દિવસે
બૌજ દિવસે
1 min
27.9K
બૌજ દિવસે થઇ લાગે તને મારી કદર છે,
એટલેજ તો દિલમાં મારા હજૂઈ તારી અસર છે.
ચાલી શકું હું તારી જોડે થઈ શકે તો રજા દે,
નથી કપાતી એકલ- દોકલ લાંબી એટલી સફર છે.
આવે સમીપ તું, ને દિલ, હેબટાઈ જાય,
નક્કી તારી લાગી એને નજર છે.
દિવસ તો હેમ ખેમ, જોતા કપાઈ છે,
રઢિયાળી રાતમાં, બસ તારી કસર છે.
જો થયો'જ છે પ્રેમ, તો જરૂર નિભાવશું,
વાયદા વચન તો સાવ ખોટા ફીવર છે.
નહીં છોડું સાથ તારો કહે છે "પ્રતીક"
ખાઈ કસમ એની અહીં જેની મજાર છે.

