અરે
અરે
1 min
245
લાડલીએ પૂછ્યું ખુશી એટલે શું ?
મેં કહ્યું અરે તું અને તારી વાતો.
લાડલીએ પૂછ્યું લક્ષ્મી એટલે શું?
મેં કહ્યું અરે તું બેટા.
લાડલીએ પૂછ્યું પવિત્ર એટલે શું?
મેં કહ્યું અરે તું અને તારી નિર્મળ ભાવના.
લાડલીએ પૂછ્યું વ્હાલ એટલે શું?
મેં કહ્યું અરે તું વરસાવે છે એ.
