અણુ અણુમાં ચેહર મા
અણુ અણુમાં ચેહર મા
1 min
150
અણુ અણુમાં સમાયા ચેહર મા,
આ જગતનાં કણે કણમાં વસે મા,
વૃક્ષમાં વનદેવી રૂપે વસ્યાં છે,
છોડમાં પાને પાનાંમાં વસ્યાં છે,
વખડીના પાને પાનાંમાં વસ્યાં છે,
કંકુ પગલાં પાડી ફૂલોમાં વસ્યાં છે,
માનવનાં અંતરમાં વસ્યાં માડી છે,
રમેશભાઈનાં આશિષમાં વસ્યા છે,
દસે દિશામાં ચેહર મા વસ્યાં છે,
ભાવનાના ભાવમાં મા વસ્યાં છે,
શંકરદાદાની ભક્તિ થકી સત ચઢ્યા છે,
એવાં ચેહર મા હાજરાહજૂર છે.
