આ કેવી સ્વતંત્રતા
આ કેવી સ્વતંત્રતા
આ કેવી સ્વતંત્રતા, જ્યાં સ્ત્રીનું વસ્ત્રાહરણ થાય,
આવી સ્વતંત્રતા, જ્યાં ભૂખ્યા બાળ મજૂરી કરે સહન થાય કંઈ ?
લઈ તરાપો એકલી નીકળી છું સ્વતંત્રતાની લડતનો,
જો તરાપો દે દગો તો હાંફી જવું પોસાય કંઈ ?
હું તો દેશને જોવા માગું છું, આભની ઊંચાઈ ચૂમતો,
આવી સ્વતંત્રતાની સપાટી પર દેશનો શ્વાસ રૂંધાઈ પોસાય કંઈ ?
હાર હોય કોઈ નારીની, પડખે સદા ઊભી રહી આઝાદી માટે,
આમ નાની સફળતા મળતાં, નાસી જવું પોસાય કંઈ ?
આકાશમાંથી દેવો પણ વરસાવે પુષ્પ વૃષ્ટિ એવું સપનું છે,
આઝાદીની લડતમાં એમ કાચી ઊંઘમાં જાગી જવું પોસાય કંઈ ?
એક મુઠ્ઠી સ્વપ્ન છે સ્વતંત્ર દેશમાં નારી નિર્ભય બનીને ફરે,
પણ અચાનક તો આવી સ્વતંત્રતા મળશે નહીં તો ડરવું પોસાય કંઈ ?
