આ દિવાળીનાં રંગો
આ દિવાળીનાં રંગો
1 min
31
અગિયારસે દીવા મૂકજો સુંદર,
ઝગમગાટ થઈ જશે ઘર સુંદર.
વાઘબારશે વ્યવહાર કરવો સુંદર,
વ્યવહારથી સંબંધ બનશે સુંદર.
ધનતેરસે કરજો રંગોળી સુંદર,
રંગીન થઈ જશે આંગણું સુંદર.
કાળિચૌદસે કરજો પૂજા સુંદર,
હનુમાન ચાલીસાથી દિન બને સુંદર.
દિવાળીનાં દિને દાન કરો સુંદર,
જિંદગીમાં દીવાળી દીપશે સુંદર.
નૂતનવર્ષના વડીલોને પ્રણામ કરજો સુંદર,
ખીલી ઉઠે નૂતનવર્ષ જિંદગીનું સુંદર.
ભાઈબીજ ભાઈ બહેન જમે સુંદર,
એકબીજાને પ્રેમે જમાડેતો દિપે ભાઈબીજ સુંદર.
