કોણ છે વહાલું ?
કોણ છે વહાલું ?
માંગ્યો હતો તેણે પ્રેમ પત્ર અને મેં મોકલી ગઝલ,
બસ ત્યારથી તેણી ગુસ્સામાં ધૂંધવાય છે,
પૂછ્યું હતું તેણે, મારી કઈ યાદ છે સૌથી પસંદ ,
કહ્યું મેં,જયારે જોઈને તને ઉદ્ભવી હતી શાયરી,
બોલી ઉઠી તેણી, તું બસ આજે સ્પષ્ટ કર,
હું છું તારી પ્રિયતમા કે સાહિત્ય તારો પ્રેમ છે ?
ગૂંચવાયો હું કે આ તે કેવી પૃચ્છા, આ તે કેવો પ્રશ્ન,
છે એક પ્રાણવાયુ, બીજો હદયનો ધબકાર છે,
કહ્યું મેં,સાહિત્ય તો છે માત્ર મારી અભિવ્યક્તિ,
પ્રેમ જ તારો, સૂતેલા શબ્દોને મહેકાવી જાય છે,
પહેલાં ઘણા પ્રયાસે પણ મળતો ન પ્રાસ જલ્દી,
આગમન પછી તારા, શબ્દો આપોઆપ ગોઠવાય છે,
કહી ઉઠી તેણી, કવિ જોડે પ્રીતમાં આજ છે મુશ્કેલી,
મનાવવી મને એટલે માત્ર તારી એક ગઝલની પ્રસ્તુતિ.