મીરાં ને માધવ મળ્યો..
મીરાં ને માધવ મળ્યો..
1 min
13.4K
આજ મેવાડની મીરાંને જાણે માધવ મળ્યો
ને એટલો આજ મુજને પણ આનંદ મળ્યો
જમાનાના ઝંઝાવાતમાં અટવાયેલી એકલી
અટુલી એક કશ્તી ને જાણે કિનારો મળ્યો
ને ખુદા વગર સુની એક મસ્જિદને આજ
આસમાન આંબતો ઊંચો મિનારો મળ્યો
સુનું હતું આજ સુધી મુજઅંતરઆકાશ
ને ચાહતનો ચમકતો એક સિતારો મળ્યો
ભીની બારુદ સમ હતી ભવ્ય ભાવનાઓ
અચાનક આગ લગાવતો અંગારો મળ્યો
પડવા આખડવાની આવી'તી પરાકાષ્ઠા
નવ જીવન આપતો એક સહારો મળ્યો
કેવી બેબુઝ હતી મુજ જિંદગીની મંઝિલ
નવી રાહો ઉપર સ્નેહનો સથવારો મળ્યો
"પરમ"પ્રેમ પંથ પણ હવે નિરાળો બન્યો
"પાગલ"રૂહ સાથે આ કેવો પનારો પળ્યો