Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drsatyam Barot

Others Romance

3  

Drsatyam Barot

Others Romance

હસતો શંકર જોઈએ

હસતો શંકર જોઈએ

1 min
13.9K


પ્રેમ હરપલ આપતો નર જોઈએ,

નર મહી નારી જીવનભર જોઈએ.


પ્રેમની વાતો નકામી ના કરે,

પ્રેમ એના શ્વાસ ભીતર જોઈએ.


વાત ખોટી પ્રેમમાં ચાલે નહીં,

દર્દ પણ સાચું બરાબર જોઈએ.


એક ટીપું વ્હેમનું ના રાખવું,

પ્રેમમાં ચોખ્ખો જ સાગર જોઈએ.


ગાળવા જીવન વિરહમાં એકલાં,

યાદનું બળતું સરોવર જોઈએ.


દર્દ પીવા થાવ છો તૈયાર પણ,

જાતમાં હસતો જ શંકર જોઈએ.


જે સદા ખુશ હોય મારા પ્રેમથી,

એક એવો ખાસ દિલબર જોઈએ.


શેઠ મારા પ્રેમમાં પ્રેમી રહો,

પ્રેમમાં પ્રેમી જ ચાકર જોઈએ.


પ્રેમમાં એ 'ના' કહે જો પ્રેમથી,

પ્રેમનો એ અંત સુંદર જોઈએ.


Rate this content
Log in