રાધા
રાધા
1 min
6.9K
કાનનો સાચો થશે અનુવાદ રાધા,
કાનમાં છે એક સાચી યાદ રાધા.
હાલ તારે પામવો હો કૃષ્ણને તો,
પાડ દિલથી એક મીઠો સાદ રાધા.
કાન તારા પ્રેમનો પરસાદ રાધા,
કાનમાં છે પ્રેમની મરજાદ રાધા.
કાન સાથે કણકણ ગૂંજે નાદ રાધા,
પ્રેમમાં છે પ્રેમનોએ વાદ રાધા.
વાંસળીમાં સૂર થૈ વાગે સદાથી,
એ ગઝલની પ્હેલી થૈ ગૈ દાદ રાધા.