આશાપરી
આશાપરી
નાનપણથી પરી વાર્તાનો શોખ મને,
માની વાત યાદ રહી હતી મનમાં !
આશાપરીની દોસ્તી સદા રાખો ,
જિંદગીમાં ન કદી પસ્તાવો આવે!
રીઝલ્ટ વખતે એને યાદ કરું તો,
મારો નંબર પહેલો જ હોય ને !
સર્વગુણ સંપન્ન પત્ની ઈચ્છી તો
આશાપરીએ માંગ પૂરી કરી !
ડોક્ટરી મેળવી, નામ કમાયો ,
આશાપરી સદા મારા મનમાં !
બાળકોની પ્રગતિ કે મુશ્કેલી,
આશાપરીની દોસ્તી કદી ન છોડી.
પણ આજે આ અચાનક શું ?
આ કેવી છે વિચક્ષણ ક્ષણ ?
કે મારા જીવનની અંતિમ ક્ષણ ?
યાદ કરું ના કરું એ પહેલા !
અંતરિક્ષમાંથી હાથ લંબાવી મને,
બોલાવતી ઉતરી રહી છે આ પરી !
જોઈ રહ્યો ! જઈ રહ્યો છું હું !
જોઈ રહ્યો મારા સૂક્ષ્મ શરીરને !
જે પહોંચી રહ્યો છે હાથ મિલાવવા,
જરુર હશે એ આશાપરી જ !
એને હું કેમ ના કહી શકું ?
એ મને જ્યાં લઈ જશે ત્યાં
મને સુખ ને આનંદ જ મળશે ને !