Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hardik Vora

Others

3  

Hardik Vora

Others

ભૂલીજા।

ભૂલીજા।

1 min
13.5K


શું કિસ્મત અને શું છે આગળ, ભૂલીજા। 
કરી લે કરમ તું અને ફળ,ભૂલીજા।

હૃદયથી તું પ્રાર્થીને ઈશ્વર ચરણમાં,
મૂકી દઈ ને પીડાનો કાગળ,ભૂલીજા।

ખુશીની પળોમાં તું જીવન જીવી લે,
દુઃખોમાં વિતાવી હતી પળ,ભૂલીજા।

કદી જેની પાસે હૃદય ઠાલ્વ્યુ'તું ,
એ મિત્રો જ કરતા હતા છળ,ભૂલીજા।

છે શંકરની પાસેથી એ શીખવાનું ,
ગટાગટ  તું પીને હળાહળ,ભૂલીજા।

હરણ જેમ દોડ્યા જ કર તું નિરંતર।
હશે ઝાંઝવા કે હશે જળ,ભૂલીજા।

છે સુરજની સત્તા જ કાયમ અહીતો,
ભલે આજ ઘેરાય વાદળ,ભૂલીજા।

લગાવી દે ડૂબકી તું આંખો મીચીને,
ભલે હોય ઊંડા બધે તળ,ભૂલીજા।


Rate this content
Log in