દિવાળી
દિવાળી
ઘર ઘર આવી છે દિવાળી,
સોગાત ખુશીઓની છે લાવી,
દર દર પ્રગટે દીપ દીવા,
જ્યોતિ આતમની પ્રગટાવી,
ખુશીઓની ફૂલઝડી ફૂટે,
આનંદનાં ફૂવારા છૂટે,
રોશનીની આ મોસમમાં,
માઁ લક્ષ્મીની કૃપા વરસે,
દિપકની છે આ રીત નિરાળી,
ખુદ બળી આપે અજવાળું,
જીવનની આ રીત અનોખી,
માનવને એ હવે સમજાયું,
મૃદુલ મન કહે પ્રભુ ને,
હવે તો દે અજવાળું.