Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others Romance

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others Romance

બેસૂરો ઘાવ

બેસૂરો ઘાવ

1 min
473


હવે તો તારા અભાવમાંય તારો જ ભાવ હોય છે

તન્હાઈમાં રૂહનો બસ આવો જ સ્વભાવ હોય છે


શ્વાસની સરગમમાં સાતે સૂર સ્નેહની સરવાણી

તારી ગૈરમૌજુદગી એક બેસુરો ઘાવ હોય છે


સુકાયા જળ જમના કેરા તારા ગયા પછી શ્યામ

કિનારો કાલિંદીનો પણ રણ જેવો સાવ હોય છે


મૃગજળ તો મૃગજળ પણ પ્રેમથી પાઈ જા તું

મારી તરસની રમતનો કૈક આવોજ દાવ હોય છે


મારા અફસનામાં તું જાણે હવામાં તરતી સુગંધ

તું મુઠ્ઠીમાં ન આવે તો પણ ક્યાં કોઈ રાવ હોય છે


ઝખ્મો ખીલી ગયા ને આ જો મહેકી ઉઠી તન્હાઈ

તડપ પણ આનંદ આપે એવો તો તારો શિરપાવ હોય છે


હવે "પરમ" આરઝુઓના પર્ણો ખર્યા વસંતમાં

ન પૂછ પાનખરે મુજ "પાગલ"નો શું હાલ હોય છે


Rate this content
Log in