Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
અબોલા
અબોલા
★★★★★

© Dipal Upadhyay

Others

1 Minutes   13.7K    3


Content Ranking

કલમથી શબ્દ તું મારાં, જતાવીને જવા દેજે,
અબોલાના એ ભણકારા, સજાવીને જવા દે જે.

જીવન છે લીમડા જેવું, દવા જેવા છે એના પાન
જગત સામે કહે ના, તો એ ચાવીને જવા દે જે.

હરખના તો ઘણાં છે અવસરો, કિન્તુ આ દુનિયામાં-
ભલે હો લાખ દર્દો, છો હસાવીને જવા દે જે.

જણસ જેવો હતો એ પ્રેમ રાધા કૃષ્ણ સંગાથે;
સખાવત જેવી લાગણીઓ, ટકાવી ને જવા દે જે.

દિશાઓએ બની ફોરમ સરીખી કસ્તૂરી ફેલાય;
વિરહ જો હો વસંતોનો,છુપાવીને જવા દે જે.

જીવન.કલમ ભણકારા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..