STORYMIRROR

MILAN LAD

Others Romance

4  

MILAN LAD

Others Romance

યાદ તો કરતી હશે ને ?

યાદ તો કરતી હશે ને ?

1 min
16.5K


રોમે રોમ તારી મહેકમાં એવું તો શું રંગાયું છે !

જાણે તારા સ્પર્શ માત્રથી ઓગળી જવાયું છે.


કરેલા શ્રીંગારમાં જાણે ચંદન ભળ્યું લાગે છે,

સુવાસ પ્રસરતા મારું અંગ અંગ ભીંજાયુ છે !


ફૂલો પણ વિમાસણમાં પડ્યા જોઈ રૂપ તારું,

સુંદરતાના વિષયમાં એમનેય હારી જવાયું છે.


બસ આમજ હરપળ તારી વાત તનેજ કરું છું,

એકલતામાં આમજ બે ઘડી જીવી જવાયું છે.


કરું નયન બંધ ત્યાં થાય તારી અનુભૂતિ અને,

આનંદની ક્ષણમાં થોડું મુજથી રડી જવાયું છે.


તું પણ આમ એકલી મને યાદ તો કરતી હશે ને ?

કે ઈશની સગવડતામાં મનેય ભૂલી જવાયું છે ?


Rate this content
Log in