વ્યથા
વ્યથા
વ્યથા અમારા પ્રેમની
સાંભળશો તમે થોડી?
હવે સજા મંજૂર છે
અમને અમારા પ્રેમની
સમર્પણ કરી બેઠી
જીવન આયખુ તમને
ખબર નહોતી અમને
નઠારા ધારશો અમને
જરા અમથી વાતમાં
તું અમથો ના રુઠીશ
હું હજુ આશ લઈ બેઠી
હવે વરસો હેલી બની તમે
નથી અપરાધ કર્યો 'મીનુ'એ
માફ કરશો તમે અમને.